દીકરી નો કોલાહલ હજી સંભારાય છે
___________________________
આંગણા માં રમતી હતી,તેનો કોલાહલ હજી સંભળાય છે,
ક કો બારખડી શીખતી હતી તે હજી ક્યાં ભૂલાય છે,
રૂમ ઝૂમ કરતું ઝરણું અમારૂ , હવે સરીતાં બની દોડી જાય છે,
કૂપળ હવે તુલસી બની જાય છે,દીકરી જલ્દી મોટી થઈ જાય છે,
પડછાયો, મમતા થી મોટો થઈ જાય , એ તો હજી સમજાય છે,
પણ આપણી જ થાપણ હવે પારકી થાપણ થઈ જાય છે.
પિયર નાં પાનેતર ને પાલવ થી બાંધી શકાય છે,
પણ મમતા નાં વહેણ ને ક્યાં હજી રોકી શકાય છે?.