પપ્પા
____
મમ્મી, આ પપ્પા કોણ છે ?, મારે ઓળખાણ એમની કરવી છે,
દીકરા, તને રિચાર્જ કરવા મૂક્યો છે, થોડું મીઠું ભરવા નું એમાં બાકી છે.
તારા જીવન નાં હરેક પાના ઉપર લખ્યું જે નામ છે,તુજ જીવન ની એ ખાણ છે,
બન્યો છે તું વૃક્ષ મોટું,પણ તું નાનો બીજ હતો એ પપ્પા ની ઓળખાણ છે.
આ થડ, ડાળી, પાન માં ભરેલો છે જે શ્વાસ, એ શ્વાસ માં એમની પહેચાન છે,
દોડતા દોડતા તું થાકી જતો છતાં મંઝીલે પહોંચ્યો એ પપ્પાં ની ઓળખાણ છૅ.
હ્રુદય હજી વાચ્યું નથી છતાં તને ટીવી - મોબાઈલ નું ઘણું જ્ઞાન છે,
નજીક નું હજી તને દેખાતું નથી અને દૂર ની સમજ નું તને ઘણું અજ્ઞાન છે.
વાર તહેવારે તું નમે છે જેને એ પથ્થર ની મૂર્તિ માં રહેલો પ્રાણ છે,
મંદિર માં રહેલો તે જગત નો નાથ છે,અને પપ્પા તારો અને મારો પ્રાણનાથ છે.