કોઈક કહો આ જિંદગીને
કે ક્યાંક તો લે વિસામો ,
એ નીકળી ગઈ છે ખૂબ આગળ ,
ને હું રહી ગઈ છું પાછળ.
કંઈ કેટલાય કામ છે હજુ બાકી
ને એ તો આમ જ જાય છે ભાગ્યે ,
કેટકેટલી વાર સંભાળુ પોતાને ,
જરા જો એ સાંભળે તો થોડું અંતર કાપ્યે,
કોઈક કહો.....
જો હોઈ કોઈ મંતર તો મારું ફૂંક ,
રોકી લવ તને ને દેખાડું મારુ દુઃખ ,
ને દિલ તારું પણ પીગળી જશે ,
નક્કી તું પણ વાટે મારી રહેશે .
કોઈક કહો .....
હું લાખ કરું છું યત્નો ભેળી થવાને ,
ઉબડખાબડ વાટ છતાં સાથે પહુચવાને ,
હાથવેંતમાં જ આપે છે સાથ ,
ને ફરી દૂર ભાગી આપે છે ઘાત.
કોઈક કહો........