શુ ખબર ક્યાં જઈ રહયો છું,
એક તારા નામે ચાલી રહ્યો છું.
નથી ખબર બસ મંજિલ ગોતી રહ્યો છું,
બસ તારા ભરોસે જીવી રહયો છું.
સુખ કે દુઃખ હસતાં મુખે સહી રહ્યો છું,
તારી કૃપા થી ભવપાર કરી રહ્યો છું.
ના થાય કોઈની હાનિ એ ચાહી રહ્યો છું,
રહે અમી નજર સૌ પર એ માંગી રહ્યો છું.
લાયકાત વગર ઘણું હું પામી રહ્યો છું,
પ્રભુ તારી કૃપા નો હું કરજદાર રહ્યો છું.
માણસ છું થઈ હશે ઘણી ભૂલ મારી,
બસ એજ ભૂલ ની ક્ષમા યાચી રહ્યો છું...
🌹🌹👏🏻🌹🌹