Gujarati Quote in Thought by Alpa Maniar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બળેવ નો એક પાવન પર્વ આજે ઉજવાઇ રહ્યો,
કોઇએ કોરોનાને ઐસી કી તૈસી કરી ધામધૂમથી ઉજવણી કરી તો મારા જેવા ડરપોકે સામાજીક દૂરી જાળવી રાખતા સાવ સામાન્ય રીતે અને ઘરે બનાવેલી રાખડીથીજ ઉજવણી પૂરી કરી.
એક વાત બંને ઉજવણીમા સામાન્ય રહી અને તે ભાઈબહેનનો પ્રેમ!
કેટકટલા ઉદાહરણ અને એટલાજ દૃષ્ટાંત છે ભાઈબહેનના સ્નેહ અને સમર્પણના.
પણ છતા કયાક કોઇ બહેન રિસાએલ છે કે કયાક કોઇ ભાઇ ગુસ્સે!
અને છતા સૂતરના એક દોરા ની રાહ જોવાતી હોય છે,
કેટલો વિશ્વાસ છે કે એક દોરામાં બહેન જીવનભરની પ્રાર્થનાઓ બાંધી ભાઇ ની સલામતી ઇચ્છે છે તો ભાઇ પણ પોતાના અંતિમ શ્વાસ સુધી બહેનની સલામતીની જવાબદારી સ્વીકારે છે.
સૂતરના એક સાદા દોરાને પ્રતિક બનાવી પરસ્પર સ્નેહ અને સમર્પણની ઉજવણી સમા આ પાવન પર્વની આપ સૌને પણ શુભકામનાઓ,
ભગવાન કરે દરેક ભાઈબહેન વચ્ચેનો આ નિસ્વાર્થ પ્રેમ વરસોવરસ વધતો રહે

Gujarati Thought by Alpa Maniar : 111530615
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now