રક્ષાબંધન પર એક ગીત.........👇👇👇
આવી જોને આજે શ્રાવણની પૂર્ણિમા,
હૈયે હરખ ન માતો મારે દલડે...( 2 )
આવી જોને........
બેનડી આજે જુએ વીરાની વાટડી,
ભાઈલો મારો આજે આવશે આગણે..( 2 )
આવી જોને..........
રાખડી સાથે થાળી લઈ ઉભી બેનડી,
રાખડી બાંધી કુમ કુમ કરવો ચાંદલો..( 2 )
આવી જોને.............
જુગ જુગ જીવો રુડો મારો વીર જો,
લેવા છે ઓવારણા એના વેગળા...( 2 )
આવી જોને.............
આફત જ્યારે આવશે બેનીની મેડીયે,
દુ:ખડાં ભાગવા આવશે ભેરુ ભાઈલો...( 2 )
આવી જોને.......................
ભાઈ-બહેનની જોડી સરજી શામળે,
પ્રેમતણા પારણીયે બંધાણી પ્રીતડી.......( 2 )
આવી જોને.......................