Gujarati Quote in Poem by Ashvin Sutariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અવસર માણી લીધા
પછી ઘરના છાના ખૂણે
મે એકાંત પીધો !

પળમાં મળ્યું, પળમાં ખોયું- બહેન વહાલનું મોતી

તું ઘરનાં આંગણાની તુલસી
તારા દર્શનથી થતી ખુશી
કુળ બીજો અજવાશ કીધો !

મનમાં હરખ, મનમાં દુઃખી- બહેન વહાલનું મોતી

સ્મરણ ચાર ખૂણે રહેશે
વિદાય કરી બહેની તુજને
મે યાદોનો શૈશવ પીધો !

શૈશવમાં લાડકોડ કીધું - બહેન વહાલનું મોતી

ખેલતી કૂદતી ઘરમાં
સંભળાતો ઝાંઝરનો ઝણકાર,
મે વેદનાનો રણકાર પીધો !

દોષારોપણ કોણ કોને કરશે - બહેન વહાલનું મોતી

ઢોલ શરણાઈ વગાડી
કંકાવટી, ચૂડો- પાનેતરને બાજોઠ દીધો
ડોલીને મે ખભો દીધો !

સરી પળ્યું, પળમાં આંખેથી - ખારા પાણીનું મોતી
પાંપણનું આંસુ લૂછ્યું- આડું જોયું, અવળું જોયું

ક્યાંય મળ્યું ના મોતી-ખોવાયું મારું વહાલનું મોતી
ખોવાયું વહાલનું મોતી, બહેન મારું વહાલનું મોતી

#દોષારોપણ

Gujarati Poem by Ashvin Sutariya : 111529972
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now