Dt. 3.8.20 સોમવાર
* આજ નો મંત્ર *
" સર્વ ધર્મ સમભાવ"
વિશ્વ માં જુદા જુદા 10 મુખ્ય ધર્મ છે.
1.હિન્દુ 2.ખ્રિસ્તી 3.બૌદ્ધ 4.ઈસ્લામ 5.તાઓ 6.શીખ 7.જૈન 8.પારસી 9.યહુદી 10. કોન્ફ્યુસિયસ.
દરેક ધર્મ માં જુદી જુદી જ્ઞાતિ ના સમૂહ રચાયેલા છે. આપણે ધર્મ ને કટ્ટરતા સાથે જોડી દીધો. કોઈપણ ધર્મ ના પુસ્તકો વાંચો. તો કોઈપણ ધર્મ ખરાબ નથી. દરેક ના સિદ્ધાંતો માનવ જીવન ને આદર્શ અને ઊંચા સિદ્ધાંતો દ્વારા જીવન જીવવા ની કળા બતાવે છે.
ક્યારેક વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ માટે ધર્મ એ ચીંધેલા માર્ગ ને છોડી અધર્મ નો આશરો લેછે અને તેને ધર્મ નો સિદ્ધાંત છે કહી ધર્મ ની મશ્કરી કરે છે.
અત્યારે ભગવાન ની પૂજા.. પાઠ... મંદિર.. સ્વાધ્યાય વિગેરે નેજ ધર્મ માનવા માં આવે છે. મિત્રો પોતાના ઇષ્ટદેવ કે પોતાના ધર્મ ની સેવા પૂજા માટે.. પોતાના ધર્મ ની આસ્થા માટે આ બધુ ખુબજ જરૂરી છે.
અત્યાર ની યુવા પેઢી કદાચ મંદિર, મસ્જીદ, ગુરૂઘ્વારા, દેરાસર કે ચર્ચ માં ઓછો સમય વ્યતીત કરતી હશે . યુવા પેઢી માનવ ધર્મ ને વધુ પ્રેમ કરે છે.
દીન.. દુઃખી.. ગરીબ.. કે જરૂરિયાત વાળી વ્યક્તિ ની પડખે દોડી ને ઉભી થઈ જાય છે.
આવો આપણે સૌ વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના રાખી, નાત - જાત ના વાળા ને ભૂલી માનવ કલ્યાણ માટે સર્વ ધર્મ સમભાવ ના સૂત્ર ને અપનાવી એ.
*As Gandhiji said GOD HAS NO RELIGION*
માટેજ જ્યાં જ્યાં સામાન્ય, પીડિત, શોષિત, ગરીબ કે જરૂરિયાત વાળા બાળકો, ભાઈઓ - બહેનો કે માનવ સમૂહ જોવા મળે તો, કુદરતે આપણ ને બક્ષિસ રૂપે આપેલી આર્થિક - શારીરિક - માનસિક શક્તિ માંથી યથાશક્તિ મદદ કરવી જોઈએ.
જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી