ભાઈ નો બહેની ને સંદેશ
__________________
મુજ હ્રુદયની તિજોરી માં ભરી હતી તને, બહેની તું પારકી થાપણ થઈ ગઈ,
સ્નેહ નો દરિયો ભરી અમ્ બારણે, તું સદા વહેતી રહી,
મુજ હ્રુદયની દીવાલો પર થાપા પાડી,બહેની તું અન્નદાતા બની રહી,
રંગ બેરંગી હોળી નાં રંગો થી તું મથુરા માં રમતી રહી,
હૈયાની લાગણી ઓ ભરી,તું રાખડી સુમધુર બાંધી ગઈ,
સપનાઓ બધા તારી ભાવનાઓ માં ભરી
દુઆઓ તું મને આપતી ગઈ,
ભાઈ ખુશ છે કે નહીં તે કદી પૂછ્યું નહી,પણ મીઠાશ મુજ હૈયા માં ભરતી ગઈ,
મુજ આંગણા ની તુલસી તું વૃંદાવન માં ખુબ ખીલી ગઈ.