કરામત ગજબની કરી જાય મિત્રો,
બની હસ્તરેખા ફળી જાય મિત્રો,💞
'કરીશું ઘણું' એવું કહેતા ફરે સૌ;
કહે ના કશું, બસ કરી જાય મિત્રો,💞
ન શબ્દો, ન ચ્હેરા ઉપર ભાવ કોઈ;
છતાં મનની વાતો કળી જાય મિત્રો,💞
તરસ માત્ર ખોબો ભરી પ્રેમની છે:
નર્યા વ્હાલથી મન ભરી જાય મિત્રો,💞
સતત ક્યાં જરૂરી છે પ્રત્યક્ષ હોવું?
સહજ શ્વાસ સાથે ભળી જાય મિત્રો💞
# મિત્રતા દિવસ