Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dt. 2.8.20 રવિવાર
* આજ નો મંત્ર *
"સેવા પરમો ધર્મ "
નિત્ય આપણે સૌ આપણા ઇષ્ટદેવ ની જે ધર્મ માં માનતા હોય તેમની પ્રાર્થના અને વિધિ - વિધાન મુજબ સેવા પૂજા અર્ચના કરી એ છે.
અનેક સામાજીક સંસ્થાઓ માનવ સમાજ ની ઉન્નતિ માટે શૈક્ષણિક, મેડિકલ, જરૂરિયાત વાળી વ્યક્તિ માટે રોટી - કપડા ની વ્યવસ્થા કરી માનવ સેવા નું મોટુ કામ કરી રહી છે.
આપણે નીતિમતા અને પ્રમાણિકતા સાથે કોઈપણ સેવાકીય કાર્ય કરવા ની શરૂવાત કરીશુ તો સહકાર આપવા સમાજ ના અનેક વ્યક્તિ દોડી ને આવશે.
આપણી પાસે રહેલા સુખ ના સાધનો એટલો સંતોષ કે આનંદ નથી આપતા જેટલો તે સાધનો સેવા માં વાપરવા થી મળે છે.
સેવા એ, એક મોટો દરિયો છે. આપણા માં રહેલી શારીરિક કે આર્થિક શક્તિ મુજબ જે ક્ષેત્ર માં જે જરૂરિયાત હોય તેવી સંસ્થા કે વ્યક્તિ ને મદદરૂપ બની સમાજસેવા માં સહકાર આપી શકાય છે.
સ્વછતા માં મદદરૂપ બની, પર્યાવરણ ની જાળવણી કરી, ટ્રાફિક ના નિયમો નું પાલન કરી, Covid.19માં આપેલ સૂચના નું પાલન કરી દેશ સેવા માં મદદ રૂપ બની શકાય છે.
અત્યાર ના સમય માં 4માસ થી પોતાની ફરજ ને સેવા સમજી કાર્ય કરી રહેલ કોરોના વોરિયર્સ ને શત શત નમન
"આપણે કાંઈ પણ કરવા અસમર્થ હોઈ એ તો જે સારા કાર્ય કરી રહ્યા હોય તેમને ના નડવા નો સંકલ્પ લઈ ને પણ સેવા થઈ શકે છે "
પ્રમુખ સ્વામી :
"મને કોઈ નું અહિત થાય તેવો વિચાર ક્યારેય નથી આવ્યો "
માટેજ તેવો આટલુ મોટુ સમાજ સેવા નું કાર્ય કરી શક્યા છે.
*Nothing in the nature lives for itself. River don’t drink their own water. Trees don’t eat their own fruits. Sun doesn’t give heat for itself. Flowers don’t spread fragrance for themselves.*
*LIVING FOR OTHERS IS TYE RULE OF NATURE*

જયગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી

Gujarati Thought by Kalpesh Trivedi : 111528815
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now