"આરામ "
એક પરિવાર માં અચાનક જ વહુ ને કોરોના થઈ જાય છે ઘરના બાકી ના સભ્યો નો પણ રિપોર્ટ કરાવવા માં આવે છે પણ વહુ સિવાય કોઈને કોરોના પોઝેટીવ આવતો નથી ગામ માં દવાખાના ની સગવડ ન હોવાથી વહુ ને ઘર ના એક રૂમ માં જ કોરોનટાઇન કરવાની ફરજ પડે છે આથી ઘરના સભ્યો એજ વહુ ના જમવાની,સાર -સંભાળ રાખવાનું કહેવામાં આવે છે
વહુ પણ અંદર થી થોડી ભયભીત હોય છે પણ લગન ના બાર વર્ષ પછી આ કોઈ એવી બીમારી છે જેમાં એને પંદર દિવસ આરામ કરવા મળશે એ વાત થી મનમાં એ થોડી ક્ષણો માટે ખુશ થઈ જાય છે
હેતલ. જોષી...રાજકોટ