ફૂલોને ચૂંટતા લાગે વાર,
કાંટાની ધાર કાળજા પાર.
મનખો બહુ હઠીલો છે.
ભમરો બેઠો ફૂલની ડાળ,
તેઝ છે આંખ દેહ વિકરાળ.
મનખો બહુ હઠીલો છે.
સૂરજ તપે ભમરા માથે,
ફૂલની ફોરમ લઈને હાથે.
બેઠો છે ટટ્ટાર રૂવે ચૌધાર,
મનખો બહુ હઠીલો છે.
રહે સદા એની આસે પાસે,
છે પ્રણય એને શ્વાસે શ્વાસે.
ના કરે એ વાદ કોઈ વિખવાદ,
મનખો બહુ હઠીલો છે.
સાથ તજે નવજીવન કાજે,
માણસ ફૂલને ચૂંથી કાઢે.
તોય આસ ન જાય દલની માય,
મનખો બહુ હઠીલો છે.
છે અમર પ્રીત ભમરા તારી,
દિલથી છે આ દુઆ મારી.
કોઈથી ના સહેવાય દર્દની લાય.
મનખો બહુ હઠીલો છે.
Dp,"પ્રતીક",