ચાલ આજે એક નવી શરૂઆત કરી,
કોઈ પણ સ્વાર્થ વગર ની વાત કરું.
રોજ તમે પુછો છે પેલા કેમ છો?
આજે હું પૂછવા ની શરૂઆત કરી.
માનું છું કે વિચારો છે મારા અલગ,
પણ, આજે તમારા વિચારો ની વાત કરું.
અજીબ છે પ્રેમ ની પરિભાષા,
તમારી જ યાદો મા દિવસ અને રાત કરું.
મળ્યા છો તમે નસીબ થી મને,
એની આજે આ દુનિયા ને રજૂઆત કરું...