શહેરનાં ખ્યાતનામ અખબારના તંત્રીની ઓફિસે કેટલાંય ધક્કા ખાધા બાદ લેખકને "હા" સાંભળવા મળી. કે, આ અઠવાડિયાથી જ તમારી કોલમ શરૂ. કોલમનું નામ, કન્ટેન્ટ બધું જ નક્કી કરી લીધું. રાજી થતો થતો મીઠાઈવાળાની દુકાનેથી પેંડા લઈને ઘરે પહોંચીને સૌને ખવડાવ્યાં. અને એ દિવસ પણ આવી ગયો, જેમાં તેની કોલમ શરૂ થવાની હતી. આખી પૂર્તિ જોઈ નાખી, એની કોલમ જ ન મળી! અંતે રોજિંદા જીવનની જેમ બધી કોલમો વાંચવા બેઠો! મનગમતાં કટારલેખકે જ "નિષ્ફળતાથી ભાગવું નહિ" એવાં શીર્ષક સાથે કોલમ લખી હતી!!
Spark
- યશ સોમૈયા ✍
આવાઝ