#ફૂલઔરકાંટે
હા ફૂલ ઔર કાંટે,
એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે ફૂલ સૌનું પ્રિય જેનો દરેક પોતાની જરૂરીયાત મુજબ ઉપયોગ કરી જાણે અને કાંટા જે દરેક માં અપ્રિય, જેને કોઈ પસંદ નથી કરતુ જેનાથી મળતા દર્દ થી બધા ડરે છે.
પણ જયાં ફૂલ અને કાંટા બંને હોય ત્યાં વ્યક્તિ બેફામ તે ફૂલ નો ઉપયોગ કરતા ડરશે.
માણસો નું પણ કંઈક આવું જ છે ને જે માણસ નું વ્યક્તિત્વ ફૂલ જેવું કોમળ હોય તેનો અન્ય વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જરૂરીયાત મુજબ ઉપયોગ કરીને ચાલ્યા જતા હોય છે. અને જે માણસ નું વ્યક્તિત્વ કાંટા જેવું હોય એનાથી બધા દૂર ભાગે.
માટે જો માણસે આ દુનિયામાં અને સમાજ માં ટકી રહેવા માટે પોતાનું વ્યક્તિત્વ પણ ફૂલ જેવું કોમળ અને સાથે સાથે કાંટા જેવું કઠોર પણ રાખવું જોઈએ. 🖊 જાગૃતિ તન્ના "જાનકી "