જેના ચહેરા પર રહે છે હમેશાં હસી
એ તો છે અમારી લાડકી બેટી ખુશી
રહી ગઈ હતી ઈચ્છા અમારી અધુરી
તમારા થકી થઇ ઈચ્છા પુત્રી ની પુરી
તમારા જીવનમાં રે સદા ખુશી ને હર્ષ
મોજ મસ્તીમાં વિતે તમારા વર્ષો વર્ષ
રહો તમે સદા આમજ હસતાં ને રમતાં
બસ એજ તો દુઆ અમે હમેશાં કરતા
ના આવે ક્યારેય દુ:ખ જીવનમાં તમારા
એવા આર્શીવાદ છે તમારા પર અમારા
ખુશ રહો તમે એ જ અમારી મનોકામના
ખુશી તમને જન્મ દિવસ ની શુભકામના