એ નથી ડોક્ટર પણ તુરંત ઇલાજ કરી જાણે છે
નથી એ શિક્ષક છતા અઘરા પાઠ પણ ભણાવી જાણે છે
નથી સાયકોલોજીષ્ટ છતા મનના ભાવ પણ વાંચી જાણે છે
નથી એ ગાયિકા છતા ખૂબ સુંદર ગાય છે
નથી એ એકાઉન્ટન્ટ છતા હિસાબ બધા સેટ જ છે
દરેક સમસ્યાઓ માટે તેના ઉકેલ હાજરાહજૂર છે,
ઓ મૉ તારા આ ત્વરિત વ્યવહાર સૌથી અદ્ભૂત છે
#ત્વરિત