નવી મુલાકાત
સતત વહેતા આંસુઓ ને જરા વિરામ આપીએ ,
એક નવા રૂપ રંગ સાથે ચાલો ફરી મળીએ..
વિસરાયેલી એ યાદો ને ફરી એકવાર તાજી કરીએ,
અમથા તો જોયા એક મેક ને આપને ઘણી વાર,
હાલ, આજે એક અલગ જ નજરો થી જોઈએ.,
સાવચેતી રાખશું બંને તરફ થી આ વખતે ,
થયેલી એ પ્રેમ ની ભૂલ ને પાછી નહી કરીએ...
મઝબુરિયો તો હતી તને ખાલી પ્રેમ માં જ ને,
તો શું ,થયું હવે બસ મિત્રો બની નેજ રહીએ...
તારા ગયા પછી ઘણી વાતો કહી નથી કોઈને,
યાર ! તો આવને ને એ બધી વાતો એક બીજા ને કહીએ...
હોઈશું બસ તું...હું...ને પેલી ચાની પ્યાલી .,
આ વખતે પ્રીત ના ખોટા વાયદાઓ નહી કરીયે .
- પ્રદીપ ગજ્જર ✍️