લાગણીને કલમથી
શબ્દોમાં કંડારી ,દિલમાં ઉતારી,
લખી છે એક કિતાબ.
છે બહું જ કઠીન,
લગાવવો તેનો હિસાબ.
હોય જો પ્રશ્નો અનેક તો,
આપું છું કલમ થકી દરેક જવાબ.
ના કર બહું અભિમાન
શું ખબર ક્યારે થઇ જાય બેનકાબ,
છવાયો છે જે ચેહરા પર નકાબ.
શબ્દો અને લાગણીનાં વિદ્વાન જ,
સમજી શકશે આ શાયરાનાં અંદાજ.
કુદરતે બક્ષી છે આ એક કળા,
માનું છું હું તેને એક ખિતાબ.