આખી દુનીયાની જો વાત કરું તો ભારત અને ચીનને ભાગ્યે જ કોઇ નહી જાણતું હોય!
જયારે જયારે એકબીજા દેશની વસ્તી અંગેનો સવાલ આવેછે ત્યારે પહેલો નંબર લોકો ચીન બતાવે ને બીજો નંબર આપવાનો હોય તો લોકો ભારત તરફ આંગળી કરેછે
ચીન 150 કરોડની વસ્તી...
ભારત 135 કરોડની વસ્તી...
પાકિસ્તાન 22 કરોડની વસ્તી...
તો ચીન તેની વસ્તી વધારા પ્રમાણે હાલ તે ઘણી જ પ્રગતિ કરી રહ્યુ છે તે આખી દુનીયા કબુલ કરેછે જયારે ભારતની વાત આવેછે ત્યારે ચીન સામે ભારત હજી 50%ની આસપાસ ફરેછે...ખરેખર ચીને પોતાના દેશનો ખુબજ વિકાસ કર્યો છે એ તો સાચું જ છે તમે કદાચ નહી માનો પણ જયાંથી આ કોરોના વાયરસ આવ્યો છે તે શહેરનું નામ વુહાન છે બોલવું ઘણું જ સહેલું પડેછે પણ આ વુહાન શહેર આપણા મુંબઇ શહેરની બિલકુલ બરાબરી કરી શકેછે એટલે કે મુંબઇ ને વુહાન એક વિકસતા શહેરો છે પણ તમે એ કેમ ભુલી જાવ છો કે મુંબઇ ભારતનું નંબર વન શહેર છે તો ચીનનું નંબર વન ઉપર કયું શહેર હશે!
શાંગહાઈ આ શહેર ચીન દેશનું બીજા નંબર ઉપર આવેછે જયારે તેનુ ત્રીજા નંબર ઉપર બેઇજીંગ શહેર છે તો આની ઉપરથી જરાક આપણે સમજી શકીએ છીએ કે ચીન આપણા કરતાં અનેક ઘણો આગળછે. એટલે કે ભારત તેના કરતા બે શહેર પાછળ છે આથી આપણે ચીન સાથે બરાબરી ના કરી શકીએ.
આજે ચીન દુનીયાની દરેક જીવન જરુરીયાત ચીજો બનાવે છે જયારે ભારત અમુક ચીજો સપનામાંય બનાવવા નથી ઇચ્છતો, આજે આપણા ભારતમાં લગભગ દરેક ચીજ ચાઇનાની હોયછે..દોરી, દારુખાનું, સ્ટેસ્ટનરીનો સરસામાન, ટોર્ચ, પોકેટ રેડીયા, હેન્ડ ફ્રી, બ્લુ ટુથ, મોબાઇલ એસેસરી, હાથના ઘડીયાળ, મોબાઇલ...વગેરે.
તમે જ વિચારો આજે આપણે બજારમાં કોઇપણ ચીજ હાથમાં ઉપાડીએ છીએ ત્યારે તે ચીજ નેવું ટકા ચાઇના જ હોયછે! તેની અમુક જ ચીજો ભારતમાં નથી આવતી જેવીકે રસોડાના મસાલા તથા તેનો સામાન, ફર્નીચર, નહાવાના કે કપડાંના સાબુ, સુકો મેવો, એ બધુ ભારતમાં બને છે ને મળેછે. પણ હું કહુછુ કે ભારતને તેની બરાબરી કરવી હોય તો બીજા પચ્ચીસ વર્ષ ભારતને થતા લાગે.
છેવટે તો મેરા ભારત મહાનછે
જેવો છે તેવો ભારત મારો દેશ છે
મા ગાંડી હોય તો પણ ઘરમાંથી કાઢી ના મુકાય એવી વાત છે ભારતની..કારણકે આપણી જન્મભૂમિ ભારત દેશ છે આપણે તેના નાગરિક છીએ...ઝુપડપટ્ટીની બહાર ઉભેલો કોઇ માણસ સામે ઉભેલ એક તોતીંગ ઇમારત જોઇને વિચારતો હોયછે કે એક દિવસ હું પણ આવી જ ઇમારત બનાવીશ સપના જોવા સારા છે પણ તે ઉચી ઇમારત જોઇને પોતાની નાની ઝુંપડી કાંઇ તોડી ના શકે આજ ભારતની બાજુમાં આવેલો દેશ પાકિસ્તાન આપણા કરતાં ઘણુ જ પાછળ છે ને તેઓને પણ ખબર છે કે ભારત પાકિસ્તાનથી પણ ઘણુ જ આગળ નીકળી ગયું છે છતાંય તે લોકો પોતાના દેશને નફરત નથી કરતાં કે ભારત સામે પણ તેઓ નફરત નથી કરતાં પણ તેઓ અચુક સમજેછે કે પ્રગતિ કરવાથી જ દેશ ઉપર આવેછે.
ઓટલે કે લોકોના ઘરમાં ખાલી ગપ્પા મારવાથી દેશનો વિકાસ થતો નથી પણ કંઇક કરીને દેશની શકલ બદલી શકાય છે.