#સલામ
રાહુલ એક મલટિનેશનલ કંપની મા ઉચ્ચ હોદા પર કામ કરતો ૩૦ વંષઁ નો નવયુવક છે.જે પોતાના નિયત સમયે આવન જાવન કરે છે.આમ જ એક દિવસ દરરોજ ના સમય મુજબ સવારે કામે આવે છે. ચોકીદાર હંમેશ ની આદત મુજબ “સલામ સાબ” કહીને સલામી આપેછે. રાહુલ તેની સલામી ઝીલી ત્યાંથી પસાર થઈ જાય છે અચાનક આગળ જઈ કંઈક યાદ આવતા ફરી પાછો ચોકીદાર પાસે આવીને પોતાના ખિસ્સા માથી ૫૦૦ રૂપિયા આપે છે તે સમયે ચોકીદાર ના મુખ પર જે ખુશી હતી તે ખુશી રાહુલ ના દિલમાં આનંદ રેલાવી ગઈ પછી તો રુટિન પ્રમાણે કામકાજ મા વ્યસ્ત થઈ ગયો સાંજે જ્યારે પાછા ફરવાનો સમય થયો ત્યારે તે ઘરે જવા પોતાની ઓફિસમાથી બહાર આવ્યો ત્યારે તેને જોઈને ચોકીદારે “સલામ સાબ” કહીને જે સલામી આપી તેનો ફકઁ આજે રાહુલ ને સમજાયો.
સવાર ની સલામી એક ઊંચા હોદા પર બિરાજેલી વ્યક્તિ માટે હતી.
જ્યારે સાંજની સલામી મા એ હોદા ની સાથે આભાર ની પણ લાગણી ભળેલી હતી.
બની શકે ક્યારેક જરુરિયાત માણસો ને નાની મોટી મદદ કરવી એ પણ સલામી થી ઓછી નથી.