#સલામ
સમાજમાં જ્યારે દીકરી ને પારકી થાપણ માનવાના આવે છે તે જ સમાજમાં દીકરી મા બાપનો દીકરો બની ઊભી રહે છે.તે દરેક સલામ ને લાયક છે.
મને એ દીકરી ઓ ને સલામી આપવી ગમે છે.
દીકરો પરણી ને જુદો રહી તેની પોતા ની જવાબદારી
નિભાવે છે. જ્યારે દીકરી પરણ્યા પછી પણ સાસરા અને પીયરીયા બંને જગ્યા એ નિસવાથઁ ભાવે પોતાની જવાબદારી નિભાવે છે.
કોઈક દીકરી ઓ તો મા બાપ એકલા પડી જશે તેમ માની ને લગ્ન પણ નથી કરતી.
મા બાપ પણ જન્મ દીકરા , દીકરી બંને ને આપે છે, પણ...,,
વહાલ ની સરખામણી મા દીકરી નું ખાતું આછું હોય છે.
છતા પણ વહાલ નો દરિયો દીકરી જ કહેવામા આવે છે.
સમાજ ની આ દીકરી ઓ ને હજારો સલામ.