પપ્પા,
આજે જયારે જિંદગી એ નીચે પછાડી
ત્યારે તમારી યાદ આવી,
યાદ છે મને
હું નાની હતી
અને નાની સી વાત નું ટેન્શન લેતી
ત્યારે તમે મારો ચેહરો જોઈ કેહતા
તારા પપ્પા છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી તને.
પણ પપ્પા આજે ક્યાં છો તમે?
હું ઘર માં ગોતી આવી,
મમ્મી ને પણ પૂછી આવી .
પણ આભ ની સામે જોયું ત્યારે તેને કીધું
અઇયા છે તારા પપ્પા.
નાની નાની મુશ્કિલ માં સાથે હતા તમે
તો આજે કેમ નથી પપ્પા?
આંગળી પકડી ને ચાલતા સિખડાવ્યુ
તો પડ્યા પછી ઉભું થતા પણ સિખડાવો ને પપ્પા.
એ નાની નાની મુશ્કેલી માં સાથે હતા પપ્પા
તો આ મોટી મુશ્કેલી માં સાથ છોડી કેમ ગયા પપ્પા?
Heena solanki.