આંખો ફરતેના કુંડાળા-
આ આંખો ફરતેના કાળા કુંડાળા,
ખુલ્લી આંખે જોયેલા સપનાઓ
અને એને પુરા કરવાના ઉજાગરા છે !
વતનથી દૂર, વતનની યાદમાં
વતનને વાગોળેલી વાતો છે !
ફોનની લાંબી આશભરી વાતો,
પછીના અફસોસના આંસુઓ છે !
ખુલ્લા દિલથી કરેલ કોઈની મદદ,
પછી પીઠ પર ખાધેલા ખંજર છે !
આખો દિવસ દફતરમાં કામ કરી,
રાતે અધુરો ઉતરેલ થાક છે !
એ પીઝા, એ નુડલ્સ, એ પાસ્તા
ઘરના ભોજન વગરની અધૂરી ભૂખ છે !
આ આંખો ફરતેના કાળા કુંડાળા,
ખુલ્લી આંખે જોયેલા સપનાઓ
અને એને પુરા કરવાના ઉજાગરા છે !
- અંકિત સાદરિયા.
(બહુ પહેલા નોટબુકમાં ક્યાંક એમ જ લખેલ, અપ્રકાશીત રચના)