સમય સમય ની વાત છે ને!
હું એક નિવૃત સૈનિક, જ્યારે યુનિફોર્મ પહેરીને પરેડ કરતા, ઉપરી અધિકારીને સન્માન આપતા કે મારા તિરંગાને સન્માન આપતી વખતે સલામ કરતો ત્યારે રોમરોમ એક રોમાંચ છલકાતો અને છાતી ફૂલીના સમાતી.
ક્યારેક યુનિફોર્મ પહેરીને બહાર નીકળ્યા હોય અને નાના નાના બાળકો અમને સલામ કરે ત્યારે એવું લાગે જાણે સાતમા આસમાનમા વિહરતા હોઇએ.
પણ સુખ કોઈ નુ ક્યાં લાંબુ ટક્યુ છે,
આતંકીઓ સાથે એક નાનકડી લડાઈ અને મારી એક આંખ જતી રહી, બસ મળી ગઈ નિવૃત્તિ, ઘર ચલાવવા એક 3સ્ટાર હોટલમાં સીક્યુરીટી સ્ટાફ તરીકે ફરજ બજાવતાં બજાવતાં હવે હું જતા આવતાં, નાના મોટા દરેકને સલામ ભરુ છું,!!
ના ના મારી ફરજ છે એતો, એનું એટલું દુઃખ પણ નથી, પણ હા સલામ ભરતા રુંવાડામા હવે તે રોમાંચ પણ નથી અને હવે છાતી પણ નથી ફૂલતી.......
#સલામ