Gujarati Quote in Poem by Urvashi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સલામ છે આ મોબાઇલને,
સવારના ઊઠતાં વેત દુનિયાભરના,
ભગવાનોના દર્શન કરાવે છે,
માતૃભારતી અને માતૃભારતીઓ,જેવી,
અનેક જ્ઞાન સભર એપ દ્વારા,
સાહિત્ય પ્રેમીઓ જ્ઞાનની આપ-લે કરે છે.
બાળકો આજે e learning,દ્વારા,
ઘરે બેઠા જ્ઞાન મેળવે છે.
બાળકો તથા મોટાઓ માટે,
રમતોનો ખજાનો ભરેલો છે.
whatsapp દ્વારા સ્વજનો સાથે,
રોજ વાર્તાલાપ થાય છે.
રોજબરોજ ખબર અંતર પુછાય છે.
દૂર બેઠેલા સ્વજનોને ,
નજીકથી મળી શકાય છે.
સ્વાસ્થ્ય માટે ના રોજ બરોજ,
નવા નુસખા વાંચવા મળે છે,
તેમાં ઘણા રોગોનું ઘર બેઠા,
નિદાન અને સારવાર થાય છે.
સિક્કાની બે બાજુઓ હોય છે,
સાચી રીતે ઉપયોગ થાય તો,
જ્ઞાન ગંગા નો ભંડાર છે મોબાઇલ.
સલામ છે તને ઓ મોબાઇલ.


#સલામ

Gujarati Poem by Urvashi Trivedi : 111525714
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now