થાક ઘણો છે ચહેરા પર પણ
આપણી ખુશી માટે ખૂબ મહેનત કરતા જોયા છે
આંખ માં ઉંઘ હતી ઘણી છતાં પણ
ચિંતા માં જાગતા જોયા છે
તકલીફો ચારે બાજુ થી હતી પણ
હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે
કોઈને તેની તકલીફ કહેતા નહીં પણ
અડધી રાતે ખુલી આંખે અમારાં ભવિષ્ય માટે સપના જોયા છે
એક એક પૈસો ભેગો કરી અમારી ખુશી ખરીદતા જોયા છે
એ ખુશી માટે પોતાના સપના અધૂરા રહેલા જોયા છે
પોતાની પસંદગી ને નાપસંદ કરી
અમારી પસંદગીને અપનાવતા જોયા છે
માણસ એક જ છે પણ વિશેષતાઓ અનેક છે
સલામ છે પિતા ને જેણે આપણું સજૅન કર્યું છે.
#સલામ