આજકાલ કોરોના વાઇરસને લીધે લોકો સેનીટાઇઝરનો ઉપયોગ વધું કરતા હોયછે ને સેનીટાઇઝર એ સારામાં સારો હાથ સાફ કરવાનો ઇલાજ છે પરંતું જેઓ સામાન્ય ઘરના છે તેમને પૈસાથી વેચાતું લેવાની શક્તિ ના પણ હોય...બજારમાં નાની બોટલ એટલે કે 100 ml, 50/ રુપીયાના ભાવમાં વેચાયછે હવે આટલી નાની કવોન્ટેટીમાં જો ઘરના સભ્યો ચાર પાંચથી વધુ હોય તો તે બે દિવસથી વધુ દિવસ ટકે નહીં માટે આના કરતાં સાબુનો ઉપયોગ કરવો વધું યોગ્ય સમજેછે..લક્સ, લાઇફ બોય, જેવા અસંખ્ય સુગંધી સાબુઓ બજારમાં વેચાય છે તેથી લોકો માટે પસંદગી કરવામાં કોઇ મુશ્કેલી હોતી નથી પણ મોટે ભાગે બધા એવુ જ સમજે છે કે હાથ ધોવા માટે બધાય સાબુ સારા..
પરંતુ આજકાલ એક જ સાબુનું વેચાણ વધુ જોવા મળી રહ્યુ છે તે છે ડેટોલ (detol) કદાચ જો મે તેનો સ્પેલીંગ ખોટો ના લખ્યો હોય તો વધુ સારુ, હું આ સાબુ વાપરતો નથી એટલે તે કયારેય મારા હાથમાં આવ્યો નથી.
પણ તેની કંપની જરુર સાબીત કરેછે કે ડેટોલ સાબુ હાથમાં રહી ગયેલા જમ, જીવાણુંથી હમેશાં રક્ષણ આપેછે
હવે આજકાલ આમેય કોરોના વાયરસ ની સિઝન ચાલી રહી છે એટલે પોતાની ચીજ બજારમાં વધુ ખપે તે માટે કંપની લોકોને જાતજાતના વચનો આપશે કે કોરોના વાયરસ માટે અમારો સાબુ ઉત્તમ ને નંબર વન છે પણ બેશક ડેટોલ સાબુ તો જયારથી બજારમાં આવ્યો છે ત્યારથી જ કંપની કહેછે કે બિમારીના કોઇપણ વાયરસના જીવાણુઓ માટે અમારો સાબુ ઘણુ જ સારુ કામ કરેછે.
ડેટોલ વાપરો કોરોના ભગાવો...
હું તો એમ જ કહુછુ કે તમે હાથ ધોવા માટે કોઇપણ સાબુ વાપરો બધા જ સાબુ એક સરખું જ કામ કરેછે. પહેલા લોકો એવુ પણ કહેતા હતા કે કોરોના દરેક ચીજ વસ્તુઓ ઉપર અમુક કલાક જીવીત હોયછે..રુપીયાની નોટો ઉપર, શાક ઉપર, ફ્રુટ ઉપર, ઘરના કબાટ ઉપર, ટેબલ ખુરશીઓ ઉપર, થાળી વાડકીઓ ઉપર...શર્ટ ઉપર, પેન્ટ ઉપર, ડ્રેસ ઉપર, સાળી ઉપર, ચણીયો કબજા ઉપર...તો સાલું કોરોના કઇ ચીજ ઉપર નથી બેસતો કે નથી રહેતો!
કોઇ તો ચીજ સલામત હશે ને...🤔