ના મળી ના મળી
શોધવા બેઠી તો પણ એ ના મળી,
મને મારીજ આદરેલી શ્વાસોની રમતમાં
મને મનગમતી બે પળ ના મળી,
પછી થયુ કે એવી તે ગણીયે ઇચ્છાઓ હતી મારી
જે સમયસર કે માપસર ના મળી,
એવી ગૂંચવાઈ હું આ રમત મા કે,
ખુશીની કોઈ વ્યાખ્યા નાં મળી,
ઘર પરિવાર ના વ્યવહારમાં હું
એવિતે અટવણી કે ખુદ સાથે નજરો મિલાવવાની
ક્ષણોજ નાં મળી,
છોકરાઓ ન પતિ ને હસતું રાખતા
પોતાની હસીજ ના મળી,
જતી કરી ઘણીવાર દોસ્તો સાથેની મોજ મસ્તી
કેમકે મને રસોડામાંથી ફુરસદ ના મળી,
કેટકેટલા વેકેશન આપણી બેગમાં એમજ સંકોચાઈને રહી ગયા,
કેમકે તમને ઓફિસ થી રજાઓ ના મળી,
જલીને હાથ તારો હું નાજાને કેટલુંયે ચાલી પડી,
પોતાની જે મંઝિલ હતી કદાચ ઈયે ના મળી,
ભલે હોઉ હું મારા દિવસોમાં કેટલીયે વીંટળાયેલી,
પણ રાતો મારી તારી સંગ ગૂંથાયેલી મળી,
ભલેને લાખો ફરિયાદો કરી લઉ હુ કાન્હા તારાથી,
મુજ જીવનની,
તારી સાથેની અમાસ બધી પૂનમ ની મળી,
કાયમી વસવાટ હોય તરો મુજમાં જેમ,
શોધતી રહી હુ ખુદને
પણ તુજમાં મળી
કાન્હા હું તુજમાં મળી.
B+ve