Dt.28.7.20 મંગળવાર
શુભ પ્રભાત
"આજ નો મંત્ર "
પ્રણામ મિત્રો આપણે સૌ જાણી એ છે કે પ્રસંશા આ લોક અને પરલોક માં સૌ કોઈ ને ગમે છે. માટેજ દૈત્યૌ તપશ્ચર્યા કરી દેવો ને રિઝવતા અને વરદાન પ્રાપ્ત કરતા.
જયારે કોઈપણ વ્યક્તિ સારુ કામ કરે ચાહે તે કુટુંબ નુ હોય કે સમાજ નુ હોય, તેના કરેલા કામ ની કદર કરતા તેના માટે બે સારા શબ્દો બોલવા માં આવે તો સામાજીક સબંધો વધુ ગાઢ અને મજબૂત બને છે.
આપણા કોઈ પ્રતિસ્પર્ધી હોય કે આપણી સાથે કોઈ મતભેદ હોય અને તે વ્યક્તિ દ્વારા સારુ કામ કરવા માં આવ્યુ હોય તો જિંદાદિલી રાખી તેની સાથે વાત કરી પ્રશંસા સાથે વધાવી જોજો..
આપણા હું પણા ના કારણે આપણે નાના વ્યક્તિ ની પ્રસંશા નથી કરી શકતા કુટુંબમાં આપણા થી નાના બાળકો કે મોટા વડીલો એ કરેલ સારા કામ ની માત્ર એકવાર કદર કરી પ્રસંશા ના બે શબ્દો બોલી જોજો…
આપણી સોસાયટી કે ઘરે કે એરિયા માં કામ કરતા સફાઈ કામદાર ભાઈ બેન હોય, માળી હોય, ઘર કામ કરતી વ્યક્તિ હોય, રસોઈયા હોય કે નાના મોટા કામ કરતી વ્યક્તિ ને કામ ની કદર રૂપે પ્રસંશા ના બે શબ્દો કહેજો તેના કામ ના ઉત્સાહ માં વધારો થશે.
પૂ.ગુરુદેવ રામ શર્માજી : "હમ એક બને, હમ નેક બને, હમ શ્રેષ્ઠ બને "
જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી