ના રહે મને કોઈ પ્રત્યે ફરિયાદ,
આપી શકું હું સર્વને ક્ષમા.
ના દેખાય મને બીજાના દોષ,
જોઈ શકું હું સર્વના ગુણ.
ના બનાવે મને સંજોગ આધીન,
બનાવી શકું હું સંજોગને અનુકૂળ.
ના દેખાય મને મારો સ્વાર્થ,
મેળવી શકું હું અપાર શાંતિ -સંતોષ.
ના સમજાય મને જો આ સત્ય તો,
રાખી શકું હું જીવને કેવી રીતે ખુશ?
#ખુશ