અર્ધ-નારીશ્વર હિંદુ ધર્મ ની પરમ ઉપલબ્ધિ છે. જેમ ચિનમા યિન-યાન્ગ નું મહત્વ છે તેનાથી પણ ઉચી કક્ષાનું આ સ્વરૂપ છે.વિજ્ઞાન પણ હવે છેક હવે સ્વીકાર કરે છે કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી મતલબ કે કોઈ પુરુષ પુર્ણ પુરુષ નથી અને કોઈ સ્ત્રી પુર્ણ સ્ત્રી નથી, બધામાં ૬૦-૪૦ નો રેશિયો હોય છે.માટે જ પુરુષ ક્યારેક આન્શિક માતા બની શકે છે અને સ્ત્રી પણ આન્શિક પુત્ર કે ભાઈ બની શકે છે.
માતા ના ગર્ભ માં જ થોડાક અમથા જીન્સનો ફેરફાર આપણી વાસ્તવિકતા નક્કી કરી લે છે.કોઈ પુરુષ પણ સ્ત્રી જેવો જ મહદઅંશે વ્યવહાર કરે તો અને સ્ત્રી પણ ક્યારેક પુરુષ જેવું બંધારણ રાખે ત્યારે દોષ સમાજ કે પરિવાર પર નહીં પણ આવા જીન્સની ઊંચનીચ જ હોય છે.આપણા દેશમાં એટલે જ શિખંડી પણ ધ્યાનમાં લેવાયી છે અને એક બંગાળી સંપ્રદાય કે જેમાં કુષ્ણ ને પરમ પુરુષ માની દરેક પુરુષ માત્ર સ્ત્રી જેવો જ શણગાર કરીને તેમની પુજા કરે છે અને સાથે સાથે રમણ મહર્ષિ કે જેમણે પણ કુષ્ણ ના પ્રેમ મા દાસી સમાન બની ને એટલું સ્ત્રીત્વ આત્મસાત કર્યું હતું કે ધ્યાનાવસ્થા ની ચરમ સીમાએ તેમને સ્ત્રી સમાન છાતી પણ ઉભરી આવી હતી.
આપણે ત્યાં વિદેશ મુજબ સ્ત્રી એટલે માત્ર ' A man with a womb' જ નથી પણ સ્ત્રી ને પણ તેમની કળા ઉપરાંત પુરુષ સમ હથિયારો ઉપાડવાની પણ છુટ આપી છે જોવું હોય તો દુર્ગા થી લઈને રાણી લક્ષ્મીબાઈ ના દાખલા પડ્યા છે.