આપીને અર્ધ અંગ, બની એ અર્ધાંગિની.
સદા કર્તવ્યપરાયણ રહે છે એ ભગિની.
એના મૂલ્યનું સૌએ કર્યું સદા અવમૂલ્યન.
સમજદારી દાખવી બની રહી એ શાણી.
એની દુનિયા તો સદા ગૃહમાં જ સમાણી.
કોણ જાણે બની છે એ કંઈ માટીની?
મોહ નહીં એને, એ તો ઝંખે છે "પ્રીત".
પણ મળે નહીં એને સાંભળવા મીઠી વાણી!
#અર્ધ
પૃથ્વી ગોહેલ