વહેણ ના કિનારે ઉભા ઉભા,
ભીંજાયેલા બાળપણ ને શોધતી રહી,
વહેણનો સાથ છોડ્યો જ્યારથી,
કિનારે હું સાવ કોરી રહી,
પતંગિયાની જેમ ચહેકવુતુ મારે,
આગિયાની જેમ ચમકવુતુ મારે,
ફુલો ની જેમ મહેકવુતુ મારે,
અર્ધ રસ્તે સાથ છોડી દીધો વહેણનો,
એટલે કિનારે હું કોરી રહી,
ફુલ તો બની શકી જીવનમાં,
પણ ફુલદાનીની શાન બની,
હવે જીવન લઉં છું શ્વાસ માં,
ને સુવાસ કાઢું છું ઉચ્છવાસ માં,
મારા જ કારણે કિનારે હું કોરી રહી.
#અર્ધ