જિંદગીની કેવી આ વક્રોક્તિ છે,
સુંદર છે પણ અનિશ્ચિત ઘણી,
છીએ આપણે સૌ એકમેકના સંગાથી,
આ સૃષ્ટિ પર ના,
પણ ક્યો સંગાથી ક્યારે ચાલ્યો જશે આમ હાથ છોડી અર્ધ રસ્તેથી,
તેનાથી બધા અજાણ,
અને હવે આ જિંદગાની ની પણ અતિશયોક્તિ જો 'પ્રેમઝંકિત',
જીવનનું સનાતન સત્ય 'મોત',
એ જાણવા છતાં પણ તેનો ન થતો પૂર્ણતઃ સ્વીકાર,
અને ચાલ્યા સૌ કરે છે અવિરત આ જ અર્ધ સ્વીકાર્ય સાથે!
#અર્ધ