Gujarati Quote in Microfiction by Pradip Gajjar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઔકાત.

રજા નો દિવસ એટલે દોસ્તી નો દિવસ ...બસ કેન્ન્ટીન એ બેસવાનું ને ચા સિગરેટ પીવાની સાથે અલક મલક ની વાતો ને એક બીજા ની મશ્કરી આ જ છેને દોસ્તી .પણ શું આવું હંમેશા માટે ચાલતું રહી શકે ખરું ? ના ...ના રહી શકે .,
વરસો થી જે પ્રેમ નો સબંધ અકબંધ હતો એ હવે પેલા જેવો નહોતો રહ્યો .હવે બધા દોસ્તો માં બદલાવ આવી ગયો હતો રંગ રૂપ અને ઊંચ નીચ નો .દરેક વાતો માં નાના વ્યક્તિ નું અપમાન હવે સામન્ય વાત હતી અને પ્રતિષ્ઠીત દોસ્તો નું માં ન હવે ખોટી વાહ વાહી એ લય લીધું હતું .વારંવાર આવું બનવા લાગ્યું .અશોક ને માટે હવે આ બધું સહન ન થયું એના માટે જે દોસ્તો એની દુનિયા હતી હવે એને ગરીબી ના કારણે ઘણું સંભાળવું પડતું અપમાન થવા લાગ્યું .,તો શું થયું તે આટલો હોશિયાર હોય તો ,ભલે ને ગમે એટલો અનુભવી હોય પણ હતો તો આખરે એક સામાન્ય ગરીબ છોકરો જ ને! એનો હક નોતો કે કઈ બોલી શકે ...પણ હવે હદ હતી ..
અધૂરી ચા ને બાજુ પર મૂકી એ ચાલવા લાગ્યો ..મિત્રો એ પૂછ્યું એલા ક્યાં ભાગ્યો ?..
ત્યારે અશોક એટલું બોલ્યો બસ આવું થોડીવાર વાર માં બનાવીને .....
મિત્રો : શું બનાવીને એલા ?

અશોક એ કહ્યું ....બસ મારી ઔકાત બનાવી ને...

- પ્રદીપ ગજ્જર.

Gujarati Microfiction by Pradip Gajjar : 111520875
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now