શબ્દ મારા આતમા નો, સંસ્પર્શ છે,
ભાવનાને લાગણીનો, એ ઉત્કર્ષ છે;
દિલથી હું વહી જતો , ઝરણાં સમો,
જળ છે દ્રવીભૂત, સંબંધ આદર્શ છે;
જોઉં છું હું મનની , બારી થી સર્વદા,
દ્રશ્ય દ્રષ્ટા ભાવ માં, પ્રેમનો સંઘર્ષ છે;
હું જ મારો પડછાંયો, શોધતો મંઝિલ,
બિંબ પ્રતિબિંબમાં , વિચાર વિમર્શ છે;
હા, અરે ખોવાઈને,જરા ખૂદમા જૂઓ ,
આનંદ સ્વરૂપ ,અનુભૂતિ માં યથાર્થ છે;