“સ્ત્રી હોવાનો પુરાવો સમય મારી પાસે માંગતો રહ્યો
ક્ષણ ક્ષણ હુ એને જવાબ આપતી રહી.
જવાબદારીઓના પોટલા વગર કહયે માથે ચડાવતી ગઈ .
મારી પસંદ –નાપસંદ ,શોખ ,વિચારો ને દરેક પરિસ્થિતિ પ્રમાણે દબાવતી ગઈ.
સ્ત્રી હોવાનો નો પુરાવો ક્ષણ ક્ષણ આપતી રહી.
આરામ,રજા,થાક જેવા શબ્દો મારી ડીક્ષનરી માંથી બાદ કરતી ગઈ.
હરએક પરિસ્થિતિ ને અનુકુળ હુ ઢળતી ગઈ.
બધા નુ માન- સન્માન જાળવવામાં,બધા નુ દયાન રાખવામાં
હુ પોતાની સાથે જ દગો કરીતી રહી.
“સ્ત્રી હોવાનો પુરાવો સમય મારી પાસે માંગતો રહ્યો
ક્ષણ ક્ષણ હુ એને જવાબ આપતી રહી.