The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ખુબ અમુલ્ય છે આ જીવન માણી લે ને કોણે કહયું તકલીફ છે જીવનમાં ? આસ પાસ નઝર તો કરી લે ઘણું છે જીવન ને માણવા માટે તકલીફ ને માણતા શીખ ઈશ્વર ખુશીઓ તારા તરફ તાણી તાણી લાવશે.
“સ્ત્રી હોવાનો પુરાવો સમય મારી પાસે માંગતો રહ્યો ક્ષણ ક્ષણ હુ એને જવાબ આપતી રહી. જવાબદારીઓના પોટલા વગર કહયે માથે ચડાવતી ગઈ . મારી પસંદ –નાપસંદ ,શોખ ,વિચારો ને દરેક પરિસ્થિતિ પ્રમાણે દબાવતી ગઈ. સ્ત્રી હોવાનો નો પુરાવો ક્ષણ ક્ષણ આપતી રહી. આરામ,રજા,થાક જેવા શબ્દો મારી ડીક્ષનરી માંથી બાદ કરતી ગઈ. હરએક પરિસ્થિતિ ને અનુકુળ હુ ઢળતી ગઈ. બધા નુ માન- સન્માન જાળવવામાં,બધા નુ દયાન રાખવામાં હુ પોતાની સાથે જ દગો કરીતી રહી. “સ્ત્રી હોવાનો પુરાવો સમય મારી પાસે માંગતો રહ્યો ક્ષણ ક્ષણ હુ એને જવાબ આપતી રહી.
“મેહૂલો ઝરમર ઝરમર વરસે મારુ મન થનગનાટ નાચે વ્રુક્ષોએ જાણે ધૂળ ખંખેરીને નવા વસ્ત્રો ધારણ કર્યા પંખીઓ પોતાનામાળામાંપરત ફર્યા મકાનોના રંગો જાણે ફરી ચમકવા લાગ્યા શેરીઓ ને તે તારા નિર્મળ પ્રહવા થી સાફ કરી દીધી.હરએક તાતના મનને તે પ્રફુલિત કરી દીધા મારી આ બાળપણ ની યાત્રામાં એક યાદગાર દિવસ નો વધારો કરી દીધો. તને આ નાના ભૂલકા ની રીક્વેટ છે. તુ આ કોરોના ને ભીનો કરી તારી સાથે લઈજા. હે મેહુલા મારા આ વિશ્વ રૂપી ઘર ને સાફ કરી ને મુક્તિ આપી દે કોરોના થી.”
મને મારુ આ અસ્ત –વ્યસ્ત જીવન ખૂબ ગમે છે. કારણ માત્ર તુ છે. આ નિર્જિવ રમકડાઓ પણ અસ્ત વ્યસ્ત જગ્યાએ રહીને પોતાની જીવંત હોવાની સાબિતી દર્શાવે છે. કારણ માત્ર તુ છે. લીવીંગ રૂમ થી લઈને બેડરૂમ ને પણ તારા અવાજ ની આદત પડી ગઈ છે એટલે જ તારી ગેરહાજરીમાં તારા આવાજ ના ભણકારા રૂપે હંમેશા સાથ પુરાવે છે કારણ માત્ર તુ છે. તારા હોવાની હાજરી રસોડું પણ હર એક કલાકે અવનવી વાનગીઓની સુંગંધ ફેલાવી ને દર્શાવે છે. તારી ગેરહાજરીમાં હરએક ડબ્બા પોતાની જગ્યાએ રહીને નારાજગી દર્શાવે છે. કારણ માત્ર તુ છે. - હેતલ પટેલ
પિતા “પિતા” ઘરની ચાર દીવાલો ને પ્રકાશમય રાખવા મે મારા પિતા ને મહેનત રૂપી દીવેલ પુરતા જોયા છે. અમારા સપનાઓ પુરા કરવા પોતાના સપનાઓ ને મળીયે મુકતા જોયા છે. અમારો પંથ સુવર્ણ બનાવવા માટે પોતે ધણીવાર કાંટાળી કેળીએ ચાલ્યા છે. દરેક પરિસ્થિતિનો સામનો એક સકારાત્મક વિચારોથી પૂર્ણ કરતા જોયા છે. મે ઈશ્વર ના રૂપ માં પિતા ને જોયા છે. -હેતલ પટેલ
"સબંધો ને સાચવવા માટે ધણા બધા લાગળીઓ ના બંધો બાંધવા પડે "
FRIENDS READ MY SHORT STORY ON MATRUBHARTI. ૧. નિયતિ AND GIVE YOUR REVIEW. .
FRIENDS READ MY SHORT STORY ON MATRUBHARTI. ૧. ખુશીઓ નો ખજાનો AND GIVE YOUR REVIEW. .
પ્રેમ નુ ઝરણું છે તુ મારુ લાગણી થઈ ઓત-પ્રોત ભરેલ ફૂલ છે તુ મારુ મારી પ્રેણના નો સ્રોત છે તુ અને કમજોરી નુ કારણ છે તુ મારુ મારી ખુશીઓ નો પાસવર્ડ છે તુ મારી રંગીન દુનિયા નું મેઘઘનુશ્ય છે તુ મારી તકલીફોમાં રાહત આપનારી અક્ષી જડીબુટ્ટી છે તુ મારી તારા મુખ પર નુ સ્મિત મારા હૈયું ઠારનારુ અમૃત છે તુ મારુ મનગમતું ગીત છે તુ મારુ આમ તો તુ મારુ જ પ્રતિબિંબ છે છતા એ આંખોમા મે હજારો સપનાઓ નિહાળ્યા છે પ્રેમ નુ ઝરણું છે તુ મારુ મારી જીંદગી નુ ક્રેડિટકાર્ડ છે તુ મારુ મારી મુશ્કેલીઓ નુ ડેબિટકાર્ડ છે તુ મારુ પ્રેમ નુ ઝરણું છે તુ મારુ .
“મે આજે ફરી એક નિખાલશ ના દર્શન નિહાળ્યા એ આંખો અગણિત સપનાઓ હતા ચેહરા પર રોનક ને હૈયા માં હિંમત વાતો માં સ્પષ્ટતા અને બાવળા માં બળ મે આજે ફરી એક નિખાલશ ના દર્શન નિહાળ્યા દરેક ના કપડા સામાન્ય હતા પણ દરેક ના વિચારોના રંગ બ્રાન્ડેડ હતા મે આજે ફરી એક નિખાલશ ના દર્શન નિહાળ્યા પગ માં ભલે ને સીલ્પર ન હતા દરેક ના ડગલા માં મક્કમતા નો રણકાર હતો. પણ મે આજે ફરી એક નિખાલશ ના દર્શન નિહાળ્યા “
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser