મારી લાગણી ના સ્પંદનો સમજે તો પણ ઘણું છે.
આંખ ના ખૂણામાં ધરબાયેલા આંસુઓને જોઈ શકે તો પણ ઘણું છે.
દિલના ખૂણા ની ભીતર ઉભરાતી શીતળતા સ્પર્શી શકે તો પણ ઘણું છે.
નથી કોઈ મહેચ્છાઓ મારા જીવન માં,
મારા દિલ ના ધબકારા ને માપી શકે તો પણ ઘણું છે.
લાભા લાભ ની હરિફાઈ વાળી જિંદગી છોડી,
તારા આગમન ના પગરવ સંભળાવ તો પણ ઘણું છે.
✍️પ્રેમ - આનંદ
#લાભ