Quotes by Bharat in Bitesapp read free

Bharat

Bharat

@bharatthakor1002
(37)

ખીર દેવી હોય તો હાલ બનાવ,
કાગડો બની કદાચ આવે ન આવે!
ભરત*

-Bharat Thakor

જેને અમે ભગવાન જેવા માન્યાં હતાં,
એતો આખરે માણસ પણ ન નિકળ્યા.
ભરત*

-Bharat Thakor

પોતાના માની જેમનાં દુઃખ સહેતા રહો,
બની શકે કે ઈ સુખમાં ભાગ ન પણ કરે.
ભરત*

-Bharat Thakor

જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ આવે છે,
ક્યારેક કોઇ પગ તો ક્યારેક ગળું દબાવે છે*ભરત*

-Bharat Thakor

જવાબદારીઓ એ જુદાં કર્યાં,
નહિતર મિત્રો તો અમે પણ જીગરજાન હતાં.

-Bharat Thakor

ચહેરા નો હરખ કે પીડા જે સ્પષ્ટ વાંચી લે,
એ દોસ્ત કાંઇ કૃષ્ણથી કમ ન કહેવાય.!
ભરત*

ફૂલ સમી આ આંખમાં,
તું ઉદાસી રાખમાં.
ભરત*

-Bharat Thakor

સમય જેવી શીખ કોઇ આપી જ ન શકે,
ને જે શીખવે તે તમામને ગુરુ કહીં શકાય.
ભરત*

-Bharat Thakor

તું મોર ની જેમ સાદ તો કરી જોજે ,
હું આવી જઈશ વરસાદની જેમ.
ભરત*

-Bharat Thakor

રોજ બદલાતાં રહે છે ઇશ્વર અહીં,
પૂરેપૂરી રહીં છે ક્યાં! શ્રધ્ધા કોઈને.
ભરત*

-Bharat Thakor