Quotes by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા in Bitesapp read free

વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા Matrubharti Verified

@vibhuradhuyahoocom1792
(10.4k)

તું જરા આવ ઝરૂખે, તારા દીદાર કરી લઉં,
તારી ખુશ્બો, તારી આંખોના જામને માણી લઉં.
- સ્પંદન

ફરી આ જ જન્મ મળે,
ફરી એ જન્મમાં તું જ પ્રિયતમા,
તું જ જીવન સંગિની,
ને તું જ સર્વસ્વ.
- સ્પંદન

તારી સંગતમાં એકલા ફૂલો મુરઝાઈ જાય છે,
કારણ આખો બાગ તારા આવવાથી ખીલી ઊઠે છે.
- સ્પંદન

એક લટ મોકળી રાખીને પછી કાન પાછળ સંતાડી દે છો,
બસ આ જ રીતે મને તું હેરાન કરે છો.
- સ્પંદન

પ્રેમમાં પડવાની પરવાનગી ના હોય,
ઈ તો થઈ જાય,
કોઈ મનગમતું સામે આવે ને આંખોનો સરવાળો થઈ જાય, દુનિયાનો થાય ભાગાકાર, અને તારો ને મારો થાય ગુણાકાર અને એનો જવાબ એક આવે.
- સ્પંદન

Read More

દિવાસ્વપ્નની જેમ નઈ,
પણ આખી રાત સપનામાં આવ,
જરાક આવીને ઊંઘ ના બગાડ,
કારણ,
અનંત તરસ છે મારી તારા પ્રેમની.
- સ્પંદન

Read More

એમ ભાવ શાની ખાય છે?
વરસવું હોય તો અનરાધાર વરસી જા,
ફોરામાં આપણને ના ફાવે.
મારે ભીંજાવું છે, તું તારે મન મૂકીને વરસ,
કારણ અનંત તરસ છે મારી તારા પ્રેમની.
- સ્પંદન

Read More

તું વરસ અનરાધાર,
હું ભીંજાવા તૈયાર છું,
કારણ,
અનંત તરસ છે મારી તારા પ્રેમની.
- સ્પંદન

દુનિયાનો ભાગાકાર થયો,
ભાગના પડ્યો વચ્ચે મનમાંય,
હૃદયનો ગુણાકાર થયો,
ને પ્રેમ પાંગર્યો મનમાંય.
- સ્પંદન

Read More

દાખલો ગણ્યો દિલનો,
સરવાળો સાચો પડ્યો,
બે આંખનો સરવાળો કર્યો,
ને જવાબ ચાર મળ્યો.
- સ્પંદન