Quotes by Naitik Shah in Bitesapp read free

Naitik Shah

Naitik Shah

@nitsshah3112gmailcom


સંબંધો સાચવતા કંઇક ઘણું ખોવાય છે, ને એ સંબંધો તૂટતા થાય છે મનમાં ઇજા,

ઉપરથી એની ગણતરી 'મૂર્ખ'માં થાય છે. લાગણીશીલ હોવાની બસ આ જ છે સજા!!

#લાગણીશીલ

Read More

ખબર નઈ શાનો ઘમંડ હતો, સાવ કટુ થઈ એની વાણી,
હુ તો સમજ્યો તો પામીને એને રાખીશ એમ જાણે રાણી,
ક્યાં ખબર હતી આમ એક દિ' બદલાઇ જાશે એના પાણી,
સમજાવી લીધું મે મનને મારા એને પ્રભુની મરજી જાણી,
થશે કંઈક વધુ સારી બાબત, હશે જે નસીબમાં લખાણી,
જીવીએ ને ત્યાં સુધી આનંદમાં પોતાની જ સંગત માણી!

#રાણી

Read More

કળિયુગમાં માણસોની ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો છે એના કારણો વિશે વિચારતા એક દિશામાં મારી નજર જાય છે.

ભારતીય માન્યતાઓ અનુસાર માનવ શરીર પંચ-મહાભૂતો નું બનેલું હોય છે. પરંતુ માણસ તકનીકી વિકાસ સાથે ક્રમશઃ આ પંચ-મહાભૂતોની ગુણવત્તામાં ઘટાડો કરતો ગયો છે.

ભૂમિ - વધુ પડતા પ્લાસ્ટિક ને જંતુનાશક દવાઓનો ઉપયોગ
વાયુ - વધુ પડતા પ્રદૂષણથી શ્ચાસ લેવા લાયક રહી નથી
જળ - પ્રદૂષણથી એ પણ પીવાલાયક રહ્યું નથી
આકાશ - વધુ પડતા તરંગો અને અવકાશીય કચરાથી ભરાઈ ગયું છે
અગ્નિ - હા, હજી અગ્નિ ની ગુણવત્તા સાથે ચેડા નથી થઇ શક્યા.

કાચા માલની જ ગુણવત્તા જ્યારે લથડી ગઈ છે તો એમાં થી બનતા ઉત્પાદની ગુણવત્તા ક્યાંથી સારી મળે????

આવનારા સમયમાં માણસ વધુ ને વધુ તકનીકી વિકાસ સાથે જો અગ્નિની ગુણવત્તામાં સાથે ચેડાં કરી શક્યો તો એજ કદાચ માનવ જીવન નો અંત હશે.!!!


#ગુણવત્તા

Read More

પ્રશ્ન એ નહોતો કે આમાં કોનો વાંક છે,
પણ એ મૌન રહ્યા મને એની નિરાંત છે!

#પ્રશ્ન

અરીસામાં જોતા જાતને, એક પ્રશ્ન આવ્યો ઉઠી,
મનનું મેલું ઢાંકીશ કેમનો, કાયાની સુંદરતા થકી!

#પ્રશ્ન