Gujarati Quote in Quotes by SUNIL ANJARIA

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રૂપ બન્યું વેરી - બાળવાર્તા
-------------------------------
એક સાબરને સુંદર આકારબદ્ધ શીંગડાં, રૂપાળી આંખો અને સોનેરી રુવાંટીવાળું શરીર. પોતે પાણીમાં પોતાનુંએ રૂપ જોઈ ગર્વ અનુભવે, પણ સુક્કી ડાળ જેવા ગોઠણ પાસે એક જ સાંધાવાળા પગ એને ન ગમે. એ વિચારે, 'મારે હાથી જેવા પહોળા કે સુડોળ સાથળ વાળા પગ હોત તો? આ પગ સુંદરતા મારી નાખે છે.'
એક વાર એની પાછળ જંગલી કૂતરા દોડ્યા. સાબર તો પાતળા પગે કૂદતું ડાંફો ભરતું દોડ્યું. નાળા ઠેકતું, ટેકરી ચડતું. કૂતરા પગ ઘસતા રહી ગયા. પણ ટેકરી નીચે ઉતરતાં જ વરુ મળ્યાં. એ ઝાડીમાં થઈ ભાગ્યું પણ એનાં મોટાં શીંગડાં ઝાડીમાં ભરાઈ ગયાં. પગથી લાતો મારી પણ ઝાડીમાં એ વધારે ગૂંચવાઈ ગયાં. વરુએ એની પાંસળીમાં દાંત બેસાડી લોહીના ફુવારા પીધા. પગો તરફડયા. તેનો શાંત દેખાવ અને રૂપાળું શરીર પોતાનાં રૂપનો ચમકાટ બતાવી શિકારીને સામેથી ખેંચી લાવ્યું. પોતાનાં રૂપાળાં સુંદર શીંગડાં એને ભારે પડ્યાં અને એ રૂપાળી મોટી ભોળી આંખોએ જાહેરાત કરી કે એ હિંસક નથી.
ઉપસંહાર- આ વાર્તામાં બોધ એ છે કે શીંગડાં એટલે ઉચ્ચ શિક્ષણ, રૂપાળું શરીર એટલે આકર્ષક રહેણીકરણી, પગ એટલે વ્યવહારિક સૂઝ, પાયાની કેળવણી. મુશ્કેલીમાં એ જ બચાવે. અલબત્ત, સામાન્ય સંજોગોમાં શીંગડાં ને રુવાંટી જેવું રૂપ સમાજમાં માન અપાવે પણ પોતાના મૂળથી હટવું જોઈએ નહીં. શિક્ષણ, બુદ્ધિ અને વખત આવે જેવા સાથે તેવા થવાની હિંમત જ મુશ્કેલીમાંથી બચાવે.
-સુનીલ અંજારીયા

Gujarati Quotes by SUNIL ANJARIA : 111517923
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now