અડધો ભરેલો, અડધો ખાલી જામ છે
દ્રષ્ટિ તેવી સૃષ્ટિ , વાત ખરી આમ છે.
છે હયાતિ શોભતી, સ્મૃતિ માં અંકિત ,
દિલમાં વિશ્વાસની,સાહ્યબી ના દામ છે
ઉતર્યા ખંજર બની, પ્રેમ આઘાત માં ને
દિલમાં બેઠક કરી, કાયમી ઠરીઠામ છે.
શબ્દ થકી સ્પંદિત, વાક સૃષ્ટિ કવિલોકે
સુમિરણ શ્વાસે શ્વાસે, દિલદાર નામ છે.
આનંદ વગર નું જીવન છે , દોહ્યલું અહીં,
માણસ ના મન માં , ઈચ્છા તણા ગામ છે.