Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેવો ના દેવ મહાદેવ નો છું હું`તો જાયો
સાથે સદા "શ્રી સોમનાથ" નો પડછાયો

કરતો રહું હું સદા સત્કર્મ ને દાન-પુન
આપજો આર્શીવાદ હે "મલ્લિકાર્જુન"

કાળ ડરે જો પુકારૂં "જય મહાકાલેશ્વર"
જાપ કરતો રહું સદા "શ્રી ઓમકારેશ્વર"

રહેજો સાથે સદા ન છોડજો મારો હાથ
આર્શીવાદ રાખજો સદા "શ્રી કેદારનાથ"

સાત સાત જન્મોના મારા પાપ તું દૂર કર
સદા સ્મરણ કરૂં હું તારૂં "શ્રી ભીમાશંકર"

મોક્ષ મેળવવા કરતો રહું તમારી પ્રાર્થના
શરણમાં પડ્યો રહું "શ્રી કાશીવિશ્વનાથ"ના

મારી તો છે હવે બસ એકજ મનોકામના
કરવાં છે મારે દર્શન "શ્રી ત્ર્યંબકેશ્વર" ના

મળતો રહે હમેશાં મને તમારો જ સંગાથ
લાગું વારંવાર પાય તમને હું "શ્રી બૈધનાથ"

મારા જીવનમાં હોય બસ તમારી અસર
સદા ચરણો માં રહું તમારા" શ્રી નાગેશ્વર"

અંત સમયે જાવું છે મારે એમના શરણ
ભવસાગર મને તારવશે "શ્રી રામેશ્વરમ્"

સ્વર્ગ મળે કે નર્ક મળે એ કોને છે ખબર?
આત્મા ને પરમ શાંતિ આપે "શ્રી ધૃષ્મેશ્વર"

...✍️વિ.મો.સોલંકી "વિએમ "

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111515516
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now