Gujarati Quote in Poem by Yakshita Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખંખેરી નિરાશાના બોજને આશાના દીપ હું પ્રગટાવું,..
કોઈ કરે ના કરે સ્વમાં જ હું આત્મવિશ્વાસ જગાવું..

હિંમત હારી બેઠેલાને નવું જોમ ઉત્સાહ હું અપાવું,,.
કોઈ કરે ના કરે મારાથી બનતા પ્રયાસ હું કરી બતાવું..

માર્ગ ભટકી,,અટકેલાને..સાચી રાહ હું ચીંધી બતાવું,..
કોઈ કરે ના કરે એમની મંઝિલ ભણી હું એમને દોરાવું..

ત્યજી અન્ય પરની અપેક્ષાઓ સ્વબળે કૈક કરી બતાવું,..
કોઈ કરે ના કરે પરમાર્થ કાજ સેવા હું કરી બતાવું..

સ્નેહ ભૂખ્યા દિનજનો કાજ હું સ્નેહ સરિતા વહાવું,..
કોઈ કરે ના કરે હું દિલોમાં એમના પ્રેમની અખંડજ્યોત
જલાવું..

-યક્ષિતા પટેલ
#જ્યોત

Gujarati Poem by Yakshita Patel : 111515355
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now