Gujarati Quote in Thought by Harshad Patel Pij

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજકાલ અમદાવાદીઓએ એક નવી કહેવત પાડી દીધી છે કે...
સાયકલ ચલાવો, કોરોના ભગાલો 🤔
જીહા..હાલ લોકડાઉન ને લીધે જીમો બંધ થઈ ગયાછે તો પછી બોડી બિલ્ડર કે એક્સસાઇઝ કરતા લોકો કયાં જશે!
માટે હાલ અમદાવાદીઓને સવારે સાયકલ ચલાવવાનો જબરો ક્રેઝ ઉભો થયો છે જયાં ને ત્યા બસ યુવાન કે થોડા મોટી ઉમરના લોકો પણ પોતાની સાયકલ લઇને ને આ રોડથી પેલા રોડ ઉપર નીકળી પડેછે
અને હા, હું પણ કહુ છુ કે સાયકલ ચલાવવી એ સારામાં સારી કસરત હોયછે આજે દેશમાં જાતજાતની ને ભાતભાતના રંગવાળી સાયકલો દુકાનોમાં વેચાઇ રહીછે કોઇ સાયકલ સાદી હોયછે તો કોઇ ગિયરવાળી પણ હોયછે સાયકલ તો આખી દુનીયાના લોકો ચલાવતા હોયછે બસ પંક્ચર ના પડે કે ચેઇન ના ઉતરે ત્યા સુધી ચલાવવાની સારી લાગે ને આજકાલ પેટ્રોલના ભાવ પણ ઘણા વધી ગયાછે તો લોકો હવે પોતાના ટુ વ્હીલર ઘરે મુકીને ઘરમાં પડેલી હલકી ફુલકી સાયકલ લઇને ને બહાર નીકળી પડે છે
કોઇ કસરત માટે બહાર જાયછે તો કોઇ શાકભાજી લેવા જાયછે તો કોઇ જોબ ઉપર પણ જાયછે એમાં શરમ શાની! આપણા પૂર્વજો પણ તેમના જમાનામાં સાયકલ જ ચલાવતા હતા ત્યારે કયાં એકટીવા હતા બસ તે સમયે એક બજાજ સ્કુટર હતા એક કીક મારો ને ગિયર બદલતા રહો આજે તો કોઇક જ આવા સ્કુટર રોડ ઉપર જોવા મળે છે કે જેઓ બજાજના શોખીનો હોયછે અથવા એકટીવા લેવાના પૈસા જેમની પાસે નથી હોતા. જ્યારે મે મારી જીંદગી માં પહેલી નોકરી ચાલુ કરી ત્યારે મારા બાપુએ (પપ્પા) રુપીયા 240/ની જુની સાયકલ આવવા જવા લઇ આપી હતી ત્યારે મારો પગાર બાર કલાકના ખાલી 5/ રુપીયા હતો એટલે કે મહીને 150/ થયો તમને લાગશે બસ આટલો જ પગાર! પણ તે સમયે આટલા રુપીયામાં તો એક મહીનો ઘર ચાલતું હતું હવે તમને થોડીક એ સમયની પણ વાતો કરી દઉ..ખાવાનું તેલ પાંચ લીટરના સત્તર રુપીયા હતા, સોનું એક તોલો એક હજાર રૂપિયા હતા, વીસ પૈસામાં દશ કિલોમીટર સુધી જવાતું હતું આ બધુ ખાલી છુટા પૈસાથી જ કામ થતું ચાલો હવે સાયકલ ચલાવો કોરોના ભગાવો વાત ઉપર જઇએ તો સાયકલ ચલાવવાથી આપણા શરીરમાં તાકાત ઘણી મળતી હોયછે શરીર મજબુત બને છે આથી તમારા શરીરમાં આપોઆપ રોગ પ્રતિકારક શક્તિ પણ વધતી જતી હોયછે કોરોના બિમારી એક એવી બિમારી છે કે જે લોકો શરીરે નબળા હોયછે અથવા જે લોકોના શરીરમાં પહેલેથી જ કોઇ બિમારી હોયછે તે લોકોને આ કોરોના વાયરસ જલદી થતો હોયછે. જેમકે ડાયાબીટીસ, હાર્ટ પ્રોબ્લમ, અશક્તિ, શ્ર્વાસની તકલીફ, કિડની પ્રોબ્લમ વગેરે માટે જ સરકાર હમેશાં લોકોને એક જ વાત કહેછે કે તમારા ઘરમાં નાના બાળકો ને પચ્ચાસ વરસની ઉપરના ઘરડાં લોકોની કેર હમેશા વધારે લેશો..
એક ઉદાહરણ તરીકે તમે જંગલલક્ષી ફિલ્મો જોઇ હશે વાઘ, સિંહ, ચિત્તો, આવા બધા હિંસક પ્રાણીઓ જયારે પોતાનો શિકાર કરતા હોયછે ત્યારે સામાન્ય ટોળાંમાં જતા દુબડા ઘરડાં ને બાળ પ્રાણીઓ ઉપર તે વધુ પોતાના શિકારનું ફોકસ રાખતા હોયછે કારણકે તેઓ તેમના શિકારમાં જલદી આવી જતા હોયછે બસ કોરોના વાયરસનું પણ આમ જ છે કે તે પણ આવા જ લોકોને પોતાનો શિકાર જલદી બનાવે છે. માટે તમે પણ આજથી જ કસરત કરવાનું ચાલુ કરી દો કે જેથી તમારા શરીરમાં પણ એક રોગ પ્રતિકારક શક્તિ ઉભી થાય..ઘરની અંદર કે ઘરની બાલ્કની કે પછી ઉપરની ટેરેસ્ટ
(શરીર મજબુત તો કોરોના લાચાર.)

Gujarati Thought by Harshad Patel Pij : 111514259
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now