Gujarati Quote in Questions by Tr. Mrs. Snehal Jani

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું અનુભવતુ હશે એ બાળક જે આતુર છે પોતાના પિતાને મળવા પણ, સરહદેથી એની લાશ ઘરે આવે છે?
જે માતા પિતા પોતાના જીવનના અંતિમ દિવસો પોતાના પુત્ર અને પરિવાર સાથે વિતાવવા આતુર હોય અને પુત્ર એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, શું થતું હશે એ વૃદ્ધોને?
આખું વર્ષ સખત મહેનત કરીને ખૂબ જ સારુ પરિણામ મેળવવા આતુર બાળક જો અંતિમ પરીક્ષા આપવા જ ન જઈ શકે તો? શું હાલત થશે એની?
જે માતા પિતાએ હંમેશા બાળકને તમામ જરૂરિયાતો પૂરી પાડી હોય અને આતુર હોય બાળક તરફથી એવી જ કાળજી મેળવવાની અને એ જ બાળક એમ કહી દે કે એ તો તમારી ફરજ હતી એટલે કર્યું. શું હાલત થાય એ માતા પિતાની?
પ્રેમમાં પડેલ પ્રેમી આતુરતાથી પ્રેમિકાની કે પ્રેમિકા આતુરતાથી પ્રેમીની રાહ જુએ અને ખબર પડે કે એ ક્યારેય નહીં આવે, ત્યારે એની હાલત કેવી હશે?
આતુર તો આપણે બધાં જ છીએ કોઈક ને કોઈક બાબત માટે, પણ એ આતુરતાનો અંત આવશે કે નહીં તેનો આધાર બાબત આપણને લાગુ પડતી છે કે આપણુ દીવાસ્વપ્ન છે એનાં પર છે.
#આતુર

Gujarati Questions by Tr. Mrs. Snehal Jani : 111509374
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now